Site icon Newz Daddy

ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિયેશન દ્વારા ૧૦૦ થી વધારે દર્દી ને આજે ફ્રી માં ડાયાલિસીસ કરવામાં આવ્યું

Gujarat Nephrologist Association

Gujarat Nephrologist Association

Gujarat Nephrologist Association

Gujarat Nephrologist દ્વારા PMJAY  ડાયાલિસીસ ના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ સુધી PMJAY યોજના અંતર્ગત ડાયાલિસીસ આખા ગુજરાતમાં બંધ રાખવામાં આવેલ છે.

 

સોમવાર તારીખ ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ગુજરાતના બધા શહેરોમાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ ડાયાલિસીસ ટેકનીશીયનો દ્વારા કલેક્ટર તેમજ મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવેલા.

 

દર્દીઓએ એવી રજૂઆત કરી હતી કે, 80% PMJAY ડાયાલિસીસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં કરવામાં આવે છે. જો ઘટાડેલા દરના લીધે પ્રાઇવેટ હોસ્પિટલોમાં PMJAY  ડાયાલિસીસ બંધ થઇ જાય તો સરકારી હોસ્પિટલ આ સુવિધા આપી શકશે ?

આ ઉપરાંત કિડની હોસ્પિટલ અમદાવાદ સિવાય કોઈ જગ્યાએ સરકારી હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ ડોક્ટર ઉપલબ્ધ નથી તો અમે નેફ્રોલોજીસ્ટ વગર કેવી રીતે ડાયાલિસીસ લઇ શકીયે ?

 

આ ત્રણ દિવસમાં કોઈપણ ડાયાલિસીસ દર્દીને કોઈ તકલીફ ના થાય તેની ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિયેશન દ્વારા વિષેશ કાળજી લેવાઈ છે. ઘણા દર્દીઓને રવિવારે જ ડાયાલિસીસ આપી દેવાયું હતું.  ૧૦૦ થી પણ વધારે દર્દી ને સોમવારે ફ્રી માં ડાયાલિસીસ આપવામાં આવ્યું. તેમજ ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં  આવશે.

 

જો આ ત્રણ દિવસ માં સરકાર કોઈ ઉકેલ નહિ લાવે તો આખરી વિકલ્પ તરીકે ગુજરાતના તમામ ૧૨૦ નેફ્રોલોજીસ્ટ PMJAY યોજનામાંથી તેમનું નામ પાછું ખેંચવાની તૈયારી બતાવી છે.

 

અમદાવાદ સિવાયના સરકારી ડાયાલિસીસ સેન્ટરમાં પણ પ્રાઇવેટ નેફ્રોલોજીસ્ટ જ સેવા આપે છે, જો આવું થશે તો સરકારી સેંટર પણ નેફ્રોલોજીસ્ટ વિહોણા થઇ જશે.

 

AHNA (Gujarat Hospitals And Nursing Home Association ) એ પણ આંદોલન ને સમર્થન આપ્યું છે , અને CM શ્રી ભુપેન્દ્રભાઈ ને એમાં હસ્તક્ષેપ કરી તાકીદે નિવારણ લાવવા વિનંતી કરી છે.

For more information please contact Dr. Umesh Godhani 9825306544 / Dr. Jigar Srimali -9099921224

Also Read:

Dialysis will stop between 14th and 16th Aug’23 in private hospitals of Gujarat under PMJAY

ગુજરાત નેફ્રોલોજીસ્ટ અસોશિએશન 14 થી 16 ઓગસ્ત ડાયાલિસીસ ના દર્દીઓ નું ડાયાલિસીસ નહીં કરે

 

Exit mobile version