એનવાય સિનેમા દ્વારા લકઝુરિયસ સિનેમા લોન્ચ માં બ્લોગર્સ એ રંગ જમાવ્યો
પૂજા ખેમાની અને મનીષ મોટવાની દ્વારા ઇન્ફલુઇન્સર નું મેનેજમેન્ટ કરવામાં આવ્યું
અમદાવાદ, પ્રતિનિધિ દ્વારા,31
એનવાય સિનેમાઝ, અમદાવાદ શહેરમાં પોતાનું અત્યાર સુધીનું સૌથી શાનદાર સિનેમા ખુલ્લુ મૂક્યુ છે. અજય દેવગણનું સાહસ એવી આ સિનેમા ચેઇન ભારતના હાર્દસમા પ્રદેશમાં વિશ્વ કક્ષાના સિનેમાનો અનુભવ લાવવાનું વચન આપે છે. અમદાવાદમાં ચાંદખેડા ખાતે મોટેરા રોડ સ્થિત આમ્રકુંજ એર્ને ખાતે એનવાય સિનેમાઝની લક્ઝુરિયસ પ્રોપર્ટીના લોન્ચિંગ પ્રસંગે અમદાવાદ સહિત ના ફેશન બ્લોગર્સ ઇન્ફલુન્સર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પૂજા ખેમાની અને મનીષ મોટવાની દ્વારા ઇન્ફલુઇન્સર નું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. પૂજા ખેમાની જાણીતી ફેશન બ્લોગર્સ છે તેની સાથે બ્લોગર્સ ને મેનેજ કરવાનું કામ પણ સારી રીતે કરે છે 50 થી વધુ બ્લોગર્સ આ ઇવેન્ટ માં જોડાયા હતા.પૂજા અને મનીષ આવી ઘણી ઇવેન્ટ્સ કરી ચુક્યા છે. મનીષ મોટવાની સારો બ્લોગર છે તેની સાથે તે એન્કર ની પ્રતિભા પણ ધરાવે છે